આગામી કાર્યક્રમો
25 Sep 2021
નશામુક્ત ભારત અંતર્ગત આજે વેલુક ગામ ઓલપાડ તાલુકા ખ...
   
વધુ વાંચો...
 
સમાચાર
વધુ વાંચો...
 

અમારી વેબસાઈટ પર આપનું સ્વાગત છે.

 
નશાબંધી મંડળ, ગુજરાત
મુંબઈ રાજ્ય દરમિયાન ૧૯૫૮ના ઑક્ટોબર માસમાં મૂળ નશાબંધી મંડળની સ્થાપના થઈ. મુંબઈ રાજ્યનું વિભાજન થતાં તા.૧-૫-૧૯૬૦ના દિને ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. એની સાથોસાથ નશાબંધી મંડળનું પણ વિભાજન થયું. ગુજરાત નશાબંધી મંડળની રચના શ્રી જુગતરામભાઈ દવેના પ્રમુખપદે થઈ. રાજ્ય સરકાર તરફથી દર વર્ષે ઑક્ટોબર તા. બીજી ઓકટોબર થી દસમી ઓકટોબર સુધીના રાષ્ટ્રીય સપ્તાહને નશાબંધી સપ્તાહ તરીકે ઊજવવામાં આવે છે.
નશાબંધી મંડળ સર્વોદયની ભાવનાને જાગૃત કરવાનું, લોકશક્તિને સામાજિક ઉત્થાનના કાર્યમાં નશાબંધી દ્વારા વાળવાનું અને અજાગૃત લોકશક્તિને જાગૃત બનાવવાનું કાર્ય કરશે. ભારતનાં જે રાજ્યોમાં એવાં જે રાષ્ટ્રીય મંડળો પ્રયાસો કરી રહેલ છે તે પ્રયાસોનું ગુજરાત નશાબંધી મંડળ સમર્થન કરે છે. નશાબંધી એ સામાજિક કાર્યક્રમ હોઈ સમાજ પોતે એ કાર્યક્રમ ઉપાડી લે તો સમાજ અને સરકારના સહયોગથી નશાબંધી પૂર્ણ સફળતા પામે.
અનેક સંસ્થાઓ અને અગણિત માણસોએ અને "કલ્યાણયાત્રા"ના સભાસદોએ નશાબંધી મંડળને સાથસહકાર આપ્યો છે, નશાબંધી પ્રવૃત્તિને કર્તવ્યબુદ્ધિથી ફરજ માનીને અપનાવેલી છે. એ સૌનો નશાબંધી મંડળ અંત:કરણપૂર્વક આભાર માને છે.

રાષ્ટ્રપિતાનો સંદેશ
માનવજીવનની સફળતાનું રહસ્ય સમયના સદુપયોગમાં છે. સમય મનુષ્યનું અમૂલ્ય નિધિ છે. ગાંધીજી એક દ્રષ્ટા હતા. તેમણે કહ્યું હતું કે " એક ઘડી માટે પણ મને દેશનો સરમુખત્યાર બનાવવામાં આવે તો હું પહેલું કામ કોઈ પણ જાતનું વળતર આપ્યા વિના દારૂના અડ્ડા બંધ કરાવવાનું કરું. " 'હિંદુસ્તાન આખું નિર્ધન થઈ જાય તે હું સાંખી શકું, પણ હજારો દારૂડિયા અહીં હોય તે મારાથી જોયું જાય તેમ નથી.
જે રાષ્ટ્ર મદ્યપાનની ટેવનો ભોગ બનેલું છે તેની સામે ભાવિ તરફથી વિનાશ સિવાય કશાની આશા હોઈ શકે નહીં. જે અભાગી માણસો આ બૂરી આદતના ગુલામ બની ગયા છે તેમને તેમની મરજી વિરૂદ્ધ મદદ કરવાની જરૂર છે જે મહાત્માએ આપણને સ્વરાજ મેળવી આપ્યું તેમની જ સલાહ આપણે વીસરી ગયા.
“સત્યાગ્રહી કદી હારતો નથી.”
 

ફોટો ગેલરી

વિડીયો

સંપર્ક

અમને અનુસરો

 
 
નશાબંધી મંડળ, ગુજરાત
નશાબંધી સંકુલ, બહુમાળી મકાન સામે,
ભદ્ર, અમદાવાદ-૩૮૦૦૦૧
ફોન : ૦૭૯-૨૫૫૦૬૧૯૧
ઈમેલ :
 
youtube
blog